Ahmedabad Police Commissionerના નવા આદેશ પર લોકોએ આપી પ્રતિક્રિયા, કોઈએ લખ્યું કે બજેટ વધારો તો કોઈએ કહ્યું કે જો પોલીસવાળા પકડાય તો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-23 10:57:12

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. અનેક કિસ્સાઓમાં પોલીસની નિષ્ઠતા પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ત્યારે ગઈકાલથી અમદાવાદ પોલીસ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી તેને લઈ.એ પોસ્ટ હતી  ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટેની. પોસ્ટમાં લખવામાં આવ્યું કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રુપિયા 200 ઈનામ આપવામાં આવશે.

પોલીસવાળાને આપવામાં આવશે 200નું ઈનામ 

એક ચર્ચા તો એવી થઈ કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? બીજી ચર્ચા જે રકમ પોલીસકર્મી માટે નક્કી કરવામાં આવી છે તેની થઈ. આ નિર્ણય કદાચ દારૂબંધીના  કાયદાને પોલીસ ગંભીરતાથી લે, તેનું કડક પાલન થાય અને તેમને 200 રુપિયા મળે તે હેતુથી કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દો તો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે પરંતુ જે રકમ નક્કી જે ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે મજાકનો વિષય બન્યો છે.  આપણામાંથી અનેક એવા લોકો હશે જે દિવસ દરમિયાન 200 રૂપિયા એમનેમ વાપરી નાખતા હશે. ત્યારે આ રકમ જે ઈનામ સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી છે તે જાણે પોલીસની મજાક કરી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.



આ ઈનામની રકમ તો હમણાં વધી... 

જે પોલીસ વાળા આ નવા આદેશ અંતર્ગત કેસ કરશે તેમના કામગીરીની નોંધ લેવામાં આવશે. ગુડબુકમાં તેમના નામને ઉમેરવામાં આવશે. 200 રુપિયા કદાચ આપણને નાની રકમ લાગતી હશે પરંતુ એ કર્મચારીઓ માટે તો મોટી છે જેમને ઈનામ સ્વરૂપે પહેલા 25 કે 50 રુપિયા મળતા હતા. અનેક પ્રદર્શનો બાદ, અનેક વિરોધ બાદ આ ઈનામની રકમ વધી છે. 


અલગ અલગ યુઝર્સે આપી પ્રતિક્રિયાઓ

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા X પર જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારે અલગ અલગ લોકોએ પ્રતિક્રિયા આપી. અનેક લોકોએ એ જ વાત કરી, એવી જ કમેન્ટ કરી કે કેસ ન કરવા માટે 1000 રુપિયા પેલો હસ્તા હસ્તા આપશે. તો કોઈએ લખ્યું કે દારૂ પીધેલ 2000 સીધા આપી દેશે, કોણ કેસ લઈને આવશે સાહેબ? તો કોઈએ લખ્યું 200 રુપિયા માટે પોલીસ કર્મચારી કેસ કરશે અને પછી પોતે પણ કોર્ટના ધક્કા ખાશે? કોઈએ લખ્યું બજેટ વધારો. એક યુઝરે લખ્યું કે બસ 200 રુપિયા...? શું આવે આજના જમાનામાં આ રુપિયામાં? પીવા વાળા રુપિયા 2000 આપીને નીકળી જાય સાહેબ.. બીજી તો આવી ઘણી કમેન્ટ છે.



જો પોલીસવાળા નશાની હાલતમાં પકડાય તો?

તે સિવાય જે બીજી કમેન્ટ છે તેમાં નાગરિકો પૂછી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ મળે છે ખરો? તે ઉપરાંત કોઈએ લખ્યું કે જો પોલીસવાળા જ આવી હાલતમાં મળે તો? એક યુઝરે લખ્યુંકે અને નાગરિક પકડીને કે માહિતી આપે તો.. અમારૂં તો વિચારો સાહેબ... તો કોઈએ લખ્યું કે સાહેબશ્રી, ખૂબ આવકારવા લાયક પગલુ ગુજરાત પોલીસ દ્વારા, ઈ પણ જણવી દયો કે કોઈ પોલીસકર્મચારી દારૂ પીધેલ માલૂમ પડશે તો એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?