Thakor સમાજના લોકો Alpesh Thakor પર થયા ગુસ્સે! મહિલાઓ તો જબરજસ્ત બગડી, રોષે ભરાયેલી મહિલાઓએ કહ્યું કે આ બંગડી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 17:00:16

આશરે એક મહિના પહેલા અમદાવાદમાં 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને જેને લઈ હવે તેના પડઘા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડ્યા છે. જ્યારે ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે સમાજના લોકોને અપેક્ષા હતી કે સત્તા પક્ષ અને એમના સમાજના નેતા અલ્પેશ ઠાકોર એમની મદદ કરે પણ એની જગ્યાએ અલ્પેશ ઠાકોરએ જાહેર મંચ પરથી સમાજના લોકોને સલાહ આપી કે દબાણની જગ્યા ખાલી કરો અને સાથે જ 5 લાખ આપવાની વાત કરી તો હવે સમાજના લોકો બગડ્યા છે.

અલ્પેશ ઠાકોરે પોતાના સમાજના લોકોને આપી હતી સલાહ!

સ્થાનિકોનો ગુસ્સો અલ્પેશ ઠાકોર પ્રત્યે દેખાઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો જેમાં એ અલ્પેશ ઠાકોરને કહે છે કે આ બંગડીઓ તમારા માટે રાખી છે તમે ગદ્દાર છો સાથે જે ભાષા એ વાપરી રહ્યા છે એ અમે વાપરી નહીં શકીએ. જોકે અલ્પેશ ઠાકોર એક કાર્યક્રમમાં હતા તો તેમણે નિવેદન આપ્યું કે સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે, લોકોને સમજાવો કે દબાણ વાળી જગ્યા ખાલી કરે અને આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં. કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન ન મળે અને આ અંગે વિરોધ ન કરવાની પણ અપીલ કરી હતી.


કઈ ઘટનાને લઈ ફાટી નિકળ્યો હતો લોકોમાં રોષ? 

અમદાવાદના કેશવનગર વિસ્તારની ચાલીમાં ચાલીસ વર્ષ જૂના 150 મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રકારની નોટિસ આપ્યા વિના તોડી પાડવામા આવ્યા હોવાથી સાતસો જેટલા લોકો ઘર વિહોણા બની રસ્તા પર આવી ગયા છે જેને કારણે હાલ ઠાકોર સમાજમાં રોષ છે અને એ લોકોએ કલેક્ટરને પણ રજૂઆત કરી છે ને આગળ શું વિરોધ પણ કરવાના છે તો આ સમસ્યાનો ઉકેલ સરકાર લાવે છે કે નહીં તે જોવાનું રહ્યું



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?