એક તરફ ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો કરવામાં આવી રહ્યા છે.... પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો આ વિવાદ ભાજપના વિવાદમાં ફેરવાઈ ગયો... ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધોળકાના ચંડીસર ગામમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા અને તેમણે ભાજપનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો...
ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત!
પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા છે.... પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ અનેક ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે... ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તેની કોઈ અસર હજી સુધી દેખાઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ક્ષત્રિય સમાજના લોકોએ પોતાની લડાઈ ચાલૂ રાખી છે..! અનેક જગ્યાઓ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા.. ત્યારે થોડા દિવસ પહેલા યોજાયેલા સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા અને તેમણે નિવેદન આપ્યું હતું..
શંકરસિંહ વાઘેલાએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ!
પોતાના નિવેદનમાં તેમણે સમાજની વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે સી.આર.પાટીલના ફોનની વાત કરી હતી. ઉમેદવારને બદલવામાં આવે તે માટે તેમણે રજૂઆત કરી પરંતુ ઉમેદવાર બદલવામાં આવ્યો નહીં તેવું તેમણે કહ્યું.. ક્ષત્રિય સમાજની માગ હતી કે ઉમેદવાર બદલવામાં આવે અને નથી બદલવામાં આવ્યો તો તે તેનો વાંક નથી, પાર્ટીનો વાંક છે તેવી પણ વાત તેમણે સંબોધનમાં કરી હતી.. મહત્વનું છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા..