Jamanagarમાં PoonamBen Madamની સભામાં ઘૂસી આવ્યા Kshatriya Samajના લોકો, કર્યો વિરોધ, વિરોધ જોતા પૂનમબેન માડમને કહેવું પડ્યું કે.....


  • Published By :
  • Published Date : 2024-04-30 10:46:23

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ એક નિવેદન આપે છે.. નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાય છે... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેરઠેર થાય છે.. ઉમેદવાર સામે શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે પાર્ટીના વિરોધમાં પલટાય છે અને પછી ભાજપનો વિરોધ થવાનો શરૂ થાય છે.. ભાજપના અનેક નેતાઓ વિરોધનો સામનો કરી ચૂક્યા છે જ્યારે અનેક ઉમેદવાર હજી પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને તો જાણે રોજે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..

 

ભાજપ અને પરષોત્તમ રૂપાલા હાય હાયના લાગ્યા નારા! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો તો વિરોધ થઈ રહ્યો હતો પરંતુ  ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ ચૂંટણી નજીક છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો ગુસ્સો પણ જાણે ચરમસીમા પર પહોંચી ગયો છે.. અનેક ઉમેદવારોની રેલીમાં, રોડ શોમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચી જાય છે.. પરષોત્તમ રૂપાલા હાય હાયના નારા તો ભાજપ હાય હાયના નારા પણ લગાવાય છે... પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે..   


પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

જેટલો વિરોધ ભાજપના બીજા ઉમેદવારોને કરવો પડી રહ્યો છે તેટલા વિરોધનો સામનો તો કદાચ પરષોત્તમ રૂપાલાને પણ નહીં કરવો પડ્યો હોય... જામનગરથી પ્રતિદિન વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્રોલમાં ગઈકાલે ઉગ્ર વિરોધ થયો. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોનો રોષ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં જે વિરોધ કરી રહેલા ક્ષત્રિય લોકોને કહેતા સંભળાઈ રહ્યા છે કે હવે આ વધારે થઈ રહ્યું છે....


જામનગરમાં પીએમ મોદી કરવાના છે ચૂંટણી પ્રચાર 

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે.. મહત્વનું છે પીએમ મોદી જામનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે... પીએમ મોદીના પ્રચાર બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાય છે કે વિરોધ યથાવત રહે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... 



વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?