જૂનાગઢના જંગર ગામના લોકો પાણી માટે બે દાયકાથી મારી રહ્યા છે વલખા


  • Published By :
  • Published Date : 2022-11-13 16:20:58

જે ભરોસાની ભાજપના શેરીઓમાં વાહન ચલાવીને ગુણગાન ગવાઈ રહ્યા છે અને સરકારે સંપૂર્ણ ગુજરાતમાં નળથી પાણી આપ્યું છે તેવી જાહેરાત કરી દીધી છે તેની વચ્ચે જૂનાગઢના જંગર ગામના લોકો પાણી માટે બે દાયકાથી વલખા મારી રહ્યા છે. જંગર ગામ નજીક ચાર-ચાર ડેમ હોવા છતાં ગામમાં પાણીના પ્રશ્નો ત્યાંને ત્યાં જ છે. જેના કારણે જંગર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને કોઈ પણ રાજકીય પાર્ટીઓને ગામમાં ફરકવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે. 

કંટાળીને ગામના લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો

પ્રધાનમંત્રીના કાર્યકાળના પહેલાના સમયથી આ લોકો કેનાલ માટે માગ કરી રહ્યા છે. ત્યારબાદ અનેક પાર્ટીઓ આવી મત લઈને જતી પણ રહી, પણ કામ ના થયું. 2009ના સમયમાં કેનાલની મંજૂરી અપાઈ હતી પરંતુ એ પણ આજની પરિસ્થિતિમાં લટકેલી પડી છે. એસ્ટિમેટ અપાઈ ગયું છે છતાં કામગીરી હજુ પણ નથી કરવામાં આવી. અંતે કંટાળીના 2 હજાર ગ્રામજનોએ સાથે મળીને ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?