નડિયાદમાં ઢોરે યુવકને એવો અડફેટે લીધો કે કપડા ફાટી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 17:06:40

STORY BY- સમીર પરમાર


સરકાર અને માલધારીઓ વચ્ચે આજે ભલે સુલેહ થઈ ગઈ પરંતુ સામાન્ય જનતાને તો આજે પણ ધક્કે ચઢીને હેરાન થઈ રહી છે,  તેનું શું? 


ગુજરાતમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે અનેક ટકોર કર્યા બાદ પણ રખડતા ઢોરના પ્રશ્નથી ગુજરાતને મુક્તિ નથી મળી ત્યારે નવસારીના શારદા મંદિર રોડ પર ઢોરના આતંકથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. 


કેવી રીતે બની હતી ઘટના કે જેમાં યુવકના કપડા પણ ફાટી ગયા?

નડિયાદના શારદા મંદિર રોડ વિસ્તારમાં આજે એક યુવકને રખડતા ઢોરે દોડાવી દોડાવીને હેરાન કરી દીધો હતો. ઢોરથી બચવા માટે યુવક મેદાનમાં પહોંચી ગયા હતો. રોડ પર રખડતા મારકણા ઢોરે મેદાનમાં પહોંચીને પણ યુવકને ઈજાગ્રસ્ત કર્યો હતો. અવારનવાર નડિયાદના શારદા મંદિર રોડ પર વાહનો અને લોકોને મારકણા ઢોરે અડફેટે લીધા છે. સમગ્ર બાબત સામે આવતા ઢોરપાર્ટીવાળા માણસોએ જહેમત બાદ મારકણી ગાયને પાંજરે પૂરી હતી. 




રખડતા ઢોર પ્રશ્ન મામલે ભલે હાઈકોર્ટની ટકોર બાદ પ્રશાસને બે-ચાર દિવસ કામગીરી કરી પરંતુ લોકો હજુ રખડતા ઢોરના ત્રાસથી પીડીત છે. લોકો તો ઠિક મુખ્યમંત્રીના કાફલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ છોડ્યા નથી. ત્યારે જમાવટ પ્રાર્થના કરે છે કે શાસનને અને પ્રશાસનને સમગ્ર મામલે કામગીરી કરવાની શક્તિ આપે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.