દિવાળીના પર્વની ધામધૂમથી આપણે સૌએ ઉજવણી કરી. નવા વર્ષની પણ શુભકામના એકબીજાને પાઠવી. પરંતુ દિવાળી શા માટે ઉજવાય છે, દિવાળીના દિવસો દરમિયાન રંગોળી કેમ કરવામાં આવે છે સહિતના વિવિધ પ્રશ્નોના જવાબ કદાચ આપણે નહીં જાણતા હોઈએ. દિવાળી દરમિયાન લક્ષ્મી પૂજન કેમ કરવામાં આવે છે, દિવા શા માટે કરવામાં આવે છે, ભારતીયો શા માટે દિવાળી તહેવારની ઉજવણી કરે છે વગેરે વગેરે.. દિવાળી તહેવારને લગતા પ્રશ્નો લોકોએ ગુગલમાં સર્ચ કર્યા છે તેવી માહિતી ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. એક જીઆઈએફ તેમણે શેર કરી છે જેમાં દિવાળીના સમય દરમિયાન ગુગલ પર ક્યા પ્રશ્નો સર્ચ કર્યા તેની માહિતી આપી છે.
લોકો હવે સવાલ ગુગલને પૂછતા થઈ ગયા છે!
આપણે તહેવારની ઉજવણી તો કરતા હોઈએ છીએ પરંતુ તહેવાર શા માટે આપણે મનાઈએ છીએ તેની જાણ મોટા ભાગના લોકોને નથી હોતી. તહેવાર ઉજવવા પાછળનું કારણ પહેલા આપણે વડીલોને પૂછતા હતા, પરંતુ હવે આ કામ પણ ગુગલ કરી રહ્યું છે. તહેવારને લગતી, ઉપરાંત તહેવાર દરમિયાન કરવામાં આવતી વિધી, નિયમોની જાણકારી આપણને આપણા વડીલો જણાવતા હતા, તહેવારની પાછળ રહેલી પૌરાણીક કથાઓ બા-દાદા કહેતા હતા, પરંતુ હવે જમાનો બદલાયો છે. લોકો વડીલોને પૂછવા કરતા આવા પ્રશ્નો ગુગલને પૂછે છે.! આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ એક જાણકારી શેર કરી છે જેમાં દિવાળીના સમયે લોકો ગુગલ પર સૌથી વધારે કયા પ્રશ્નો સર્ચ કર્યા છે.
દિવાળીને લગતા ક્યા પ્રશ્નો વિશે લોકોએ ગુગલ પર જાણકારી મેળવી?
સૌશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જીઆઈએફ તેમણે શેર કરી છે જેમાં લોકોએ દિવાળીને લઈ વિશ્વભરના લોકોએ ક્યા પ્રશ્નો સર્ચ કર્યા છે તેની માહિતી આપી છે. પાંચ પ્રશ્નોનું લિસ્ટ શેર કરવામાં આવ્યું છે જેમાં લોકોએ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ભારતીયો દિવાળી શા માટે ઉજવે છે? દિવાળીમાં રંગોળી શા માટે કરવામાં આવે છે? દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા શા માટે કરવામાં આવે છે? દીવડાઓ શા માટે પ્રજવલીત કરવામાં આવે છે? તેલનું મહત્વ શું છે?