મોડાસાના શામપુર દાવલીમાં પથ્થર ક્વોરીથી લોકો પરેશાન, વિસ્ફોટોના કારણે ઘરોમાં પડી તિરાડો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-17 17:20:15

જોશીમઠની પરિસ્થિતિ દિવસને દિવસે વણસી રહી છે. અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા શામપુર દાવલીની હાલત પણ જોશીમઠ જેવી થઈ જશે તેવો ભય ત્યાંના લોકોને સતાવી રહ્યો છે. કારણકે દાવલીના ડુંગર ઉપર પથ્થરની ક્વોરી કરવામાં આવી રહી છે. ડુંગર ઉપર થતા બ્લાસ્ટને કારણે આજૂબાજૂના મકાનોમાં તિરાડો પડી રહી છે. ક્વોરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

 

પથ્થર ક્વોરીથી સ્થાનિકોને પડતી મુશ્કેલી 

મોડાસાના શામપુર દાવલીમાં ક્વોરીમાંના પથ્થરો તોડવામાં આવી રહ્યા છે. ક્વોરી તોડવા ધડાકા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે શામપુર તથા દાવલી ગ્રુપ પંચાયતની હદ ડુંગરની તળેટીમાં રમેશસિંહ અને ભીખુસિંહ ચૌહાણ ક્વોરી બનાવી ખનીજ સંપત્તિનો નિકાસ કરવામાં આવી રહ્યો છે. પથ્થર તોડવા બ્લાસ્ટ કરવામાં આવે છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

ઘરમાં તિરાડો અને પાકને પહોંચે છે નુકસાન 

સ્થાનિકોના જણાવ્યા મુજબ 24 કલાક બ્લાસ્ટ થતા રહે છે જેને કારણે પારાવાર મુશ્કેલી પડે છે. જમીનમાંથી ઓવર લોડિગ ભારે વાહનોથી કરાય છે. પંચાયત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે છતાંય વાહનો પસાર થઈ રહ્યા છે. ગાડીઓ દ્વારા ધૂળ પણ ઉડે છે જેને કારણે પાકને નુકસાન પહોંચે છે.  


હિન્દુ યુવા વાહિનીના સભ્યોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર   

દાવલી પંચાયતની હદ વિસ્તારમાં ઐતિહાસિક ધરોહર પણ આવેલી છે. આ ડુંગર ઉપર મહાભારત કાળથી મેરાયું આવેલું છે. ધરોહર નજીક રાત-દિવસ ક્વોરી ચાલી રહી છે જેને કારણે ધરોહરને પણ નુકસાન પહોંચી શકે છે. સતત ધડાકા થવાને કારણે ઘરોમાં અનેક તિરાડો પણ પડી ગઈ છે. ત્યારે આ જગ્યાની પરિસ્થિતિ જોશીમઠ જેવી ન થાય તેને ધ્યાનમાં રાખી હિન્દુ યુવા વાહિનીના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી કે ભૂમાફિયા દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે. આ જમીન તંત્રને છેતરીને લીધેલી તમામ પ્રકારની મંજૂરી રદ્દ થાય અને સ્થાનિકોને ન્યાય મળે તેવી વિનંતી કરવામાં આવી હતી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?