પાણી માટે વલખા મારતી પ્રજા, Surendranagarના ગ્રામ્ય વિસ્તારોમાં 40 દિવસથી પાણી નથી, વિરોધ કર્યો તો 2 કલાક આપ્યું, કાયમી ઉકેલ ક્યારે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 17:00:23

રાજ્યમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવી દરેક નાગરિકનો અધિકાર છે એ સુવિધાઓ માટે જો 40 દિવસ સુધી વલખા મારવા પડે તો પ્રશાસન પર ધિક્કાર છે... સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં અનેક ગામના લોકો 40 દિવસથી મામલતદાર કચેરી પર બેઠા છે... અનેક રજૂઆતો બાદ પણ પ્રશાસનના પેટનું પાણી નથી હલતું... ત્યાંના આગેવાનની બાઈટ સામે આવી છે જેમાં તે કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરી રહ્યાં છીએ... હવે બહેનો અહીંયા બેઠી છે... પાણી તો આવતું નથી.. તો ઘરે જઈને કરશું શું.. એટલે ત્યાં જ બેસી રહેવાનો નિર્ધાર કર્યો છે.. 

મામલતદાર કચેરી પહોંચ્યા હતા લોકો અને કરી ઉગ્ર રજૂઆત 

ઉનાળાના સમયમાં પાણી ના મળે તો? આપણે ત્યાં જો અડઘો કલાક પાણી ના આવે તો પણ આપણને નથી ચાલતું પરંતુ તમે કલ્પના કરો કે તમારા ઘરે અનેક દિવસો સુધી પાણી ના આવે તો? વિચારીને જ થાય કે પાણી ના આવે તો કેવી રીતે ચાલે? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ગામ ખાતે તાલુકાના જૂની મોરવાડ ,નવી મોરવાડ, જોબાળા વગેરે ચુડા તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે. પાણીની વિકટ પરિસ્થિતિ લઈને સ્થાનિકો ચુડા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી.. તાત્કાલિક અસરથી પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી લાગણીને માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.... 


જો અત્યારે ઉકેલ નહીં આવે તો... 

રાતના અંધારામાં અને દિવસના ભયંકર તડકાના ત્રાસમાં પણ પ્રશાસનના દરવાજે બેઠા છે એક આશાથી કે તેમની રજૂઆતો કોઈ સાંભળશે....થોડા દિવસ પહેલાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જ્યારે કલેક્ટર ઓફિસ પર આ મહિલાઓએ સવારથી સાંજ સુધી મોરચો માંડ્યો તો બધાને ઘરે મોકલીને પાણી ચાલુ કરાયું માત્ર 1 કે બે કલાક માટે... કેમ કે એસી ચેમ્બરમાં બેસેલા લોકોને ખબર હતી કે જો અત્યારે આ ઉકેલ નહીં આવે તો લોકો અહીંયાથી નહીં જાય... એટલે ટેમ્પરરી સોલ્યુશન આપીને ખુશી માની લીધી... કાયમી ઉકેલ હજુ સુધી નથી આવ્યો... આ લોકો આજે પણ પાણી માટે રાહ નથી જોઈ રહ્યાં વલખા મારી રહ્યાં છે... 


40 દિવસથી પાણી માટે વલખા મારતા લોકોને પાણી મળે તેવી આશા

લોકોને શું આમ જ પોતાની જરુરિયાતો માટે વિરોધ કરતા રહેવાનો છે... આંદોલનો કરતા રહેવાના છે...એ પણ નેશનલ હાઈવેને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં... એક ગામમાં પાણી આવે અને બીજા ગામડાઓમાં ન આવે.....જનતાના એ જનપ્રતિનીધીઓ ક્યાં છે...મત લેવા માટે તો એક એક ઘરે જાવ છો... તો શું કલેક્ટર ઓફિસમાં વિરોધ કરતા આ લોકો નથી દેખાતા.... કે દરેક વખતે હાલશે એ લોકો તો વિરોધ કરે આમ જ હોય આ જ નીતિ અપનાવવાની છે તમારે.... અમારી આશા એટલી જ છે કે 40 દિવસ પાણી વગર ટળવળતી જનતાને પાણી મળે... અને તેમને ન્યાય મળે.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?