કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા ભારત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ વણસે તે પહેલા કોરોનાને કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારે વિદેશથી આવતા લોકો માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મનસુખ માંડવિયાએ જાણકારી આપતા કહ્યું કે આ ચીન, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
આ દેશોથી આવતા લોકોને કરાવો પડશે ટેસ્ટ
ચીન, જાપાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ ખરાબ બની રહી છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ ખરાબ ન થાય તે પહેલા ભારત સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના રિપોર્ટ કરાવો ફરજીયાત કરવામાં આવ્યો છે. આ દેશોમાંથી આવતા લોકો જો કોરોના સંક્રમિત હશે તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. અગમચેતીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.