ટ્રાફિક નિયમો ભંગ કરતા લોકો થઈ જાવ સાવધાન! અમદાવાદ સહિત 3 શહેરમાં ટ્રાફિક ભંગ કરનાર સામે લેવાયા પગલાં, લોકોએ ભર્યો 9 લાખનો દંડ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 13:07:44

આપણમાંથી અનેક લોકો એવા હોય છે જે ટ્રાફિકના નિયમોનું જાણે અજાણે ઉલ્લંઘન કરી લેતા હોય છે. જ્યારે ઘરે મેમો આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે નિયમો તોડ્યા છે. ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે. જો ઈ મેમો મોકલ્યાના 90 દિવસ બાદ જો દંડ નહીં ભરવામાં આવે તો કેસને વચ્ચુએલ ટ્રાફિક કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાશે. હજી સુધી 70 હજાર જેટલા કેસ ઈ કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. 41700થી વધારે કેસ પ્રોસિડ થયા છે. કોર્ટની કાર્યવાહી થાય તે પહેલા જ 1400 જેટલા લોકોએ દંડની રકમ ભરી દીધી છે. રાજ્યવાસીઓએ 9 લાખનો દંડ જમા કરાવી દીધો છે.         


સીસીટીવી રાખશે વાહનચાલકો પર નજર! 

અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જાય છે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં લલિયાવેડા કરતાં જોવા મળે છે પણ આ ખૂબ ભયાનક વાત છે કારણકે આપણે રોજ છાપું ખોલીએ એટલે એક બે ભયાનક અકસ્માતના સમાચારતો દેખાય જાય છે અને હવે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ પણ સક્રિય છે. શહેરમાં પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 


આ નિયમોનો કરશો ભંગ તો આવશે ઈ મેમો!

અને આપણે જેમ જોઈએ છે કે રિક્ષામાં ઓવેરલોડ લોકો ભરવામાં આવે છે અને ચાલુ ગાડીએ લોકો જે ફોન પર વાત કરતાં હોય છે તેને પણ હવે પોલીસ નહીં છોડે અને જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે. બીજા કયા કયા નિયમોનો ભંગ કરશોતો મેમો આવશે તો 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ મેમો આવશે.રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે. ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. 


હજી સુધી આટલા કેસ ટ્રાફિક કોર્ટમાં આવ્યા! 

અત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરના ઇ-ચલણ ઇન્ટીગ્રેડ કરવામાં આવ્યા છે. આ કોર્ટ ચાલુ થઈ ત્યારથી લઈને 31 મે સુધીમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કુલ 64,340 કેસ ટ્રાફિક કોર્ટમાં આવ્યા છે. જેમાંથી 37,922 પ્રોસિડિંગ કરવામાં આવ્યા છે. જેમાંથી 1244 લોકોએ ઓનલાઈન દંડનું પેમેન્ટ કર્યું છે. આ દંડ પેટે 7,73, 200 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.


90 દિવસની અંદર જો દંડ ન ચૂકવાય તો ટ્રાફિક કોર્ટમાં મોકલાય છે!

ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જો ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMSદ્વારા નોટિસ આપવામાં આવશે. ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની મે મહિનાથી  અમદાવાદની મેટ્રો કોર્ટમાં શરૂઆત થઈ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?