ચીનમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે સમગ્ર વિશ્વમાં કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે ફરી એક વખત ચીનના રાષ્ટ્રપતિ શીં જિનપિંગના રાજીનામાની માગ ઉઠી રહી છે. આ પહેલા પણ રાષ્ટ્રપતિએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી માગ ઉઠી હતી.
ઝીરો કોવિડ નીતિનો લોકોએ કર્યો વિરોધ
કોરોના સંક્રમણે ફરી એક વખત માથું ઉચક્યું છે. કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ ચીન સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વધતા વિરોધને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જે બાદ એકાએક કોરોના કેસમાં ઉછાળો થયો છે. લાખોની સંખ્યમાં લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. સારવાર કરાવા દર્દીઓ તડપી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે.
જિનપિંગના રાજીનામાની ઉઠી માગ
ન કેવલ કોરોના મામલે જિનપિંગ પરંતુ બીજા અનેક મુદ્દાઓ પર ચીનના રાષ્ટ્રપતિએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી પદ છોડો શીં જિનપિંગ પદ છોડો જેવા નારા લગાવી રહ્યા છે. કોરોનાને રોકવા લેવામાં આવતા પગલાને લઈ લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કોરોનાને નિયંત્રણ લાવવા ઝીરો કોવિડ નીતિને લાદી દેવામાં આવી હતી. પરંતુ આ નિયંત્રણથી પણ કોરોના પર કાબુ મેળવી શકાયો ન હતો. કોરોનાને રોકવામાં મળેલી નિષ્ફળતાને કારણે લોકોમાં ચીનના રાષ્ટ્રપતિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પદને ત્યાગ કરવાની માગ કરી રહ્યા છે.