શિયાળો આવતા ચીનમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે જેને કારણે સરકારે અનેક પ્રતિબંધો લગાવી દીધા હતા. સરકાર દ્વારા લગાવેલા પ્રતિબંધોનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. સરકાર પ્રત્યે લોકોની નારાજગી હવે આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે. સરકાર વિરૂદ્ધ નારા પણ લાગ્યા હતા.
ચીનમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચ્યક્યું છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. વધતા પ્રતિબંધોને કારણે લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. સરકારનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જીનપિંગ વિરુદ્ધ નારા લાગી રહ્યા છે. સરકારને હટાવવાની માગ ઉઠી રહી છે.
સફેદ કોરા કાગળ લઈ લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. સફેદ કાગળની સાથેના અનેક ફોચો વાયરલ થઈ રહ્યા છે. ચીનના અનેક શહેરોમાં આ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આવા પ્રકારનો વિરોધ ચીનમાં બહુ ઓછો જોવા મળે છે. સરકાર વિરૂદ્ધ પ્રદર્શન શાંધાઈ, બીજીંગ, ગુઆંગ્ઝુ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે. આવું વિરોધ પ્રદર્શન જોવા મળતા સરકારની ચિંતામાં વધારો થયો છે કારણ કે એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ભેગા થઈ રહ્યા છે.