કહેવામાં આવે છે મોટા અધિકારીઓ પ્રેરણાના સ્ત્રોત હોય છે. લાખો લોકો તેમના જીવનના સંઘર્ષમાંથી પ્રેરણા લેતા હોય છે. તેવામાં દાહોદના ડીડીઓના નિર્ણયની ગુજરાતભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. દાહોદના આદિવાસી ક્ષેત્રોમાં તેમના નિર્ણયથી પ્રેરણા લેવાઈ રહી છે.
DDOએ દિકરાને સરકારી આંગણવાડીમાં મૂક્યો
દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી નેહાકુમારીએ પોતાના પુત્રને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને પણ નવી દિશા મળશે અને ગુજરાતના લોકોને પણ એક સકારાત્મક સંદેશ મળશે. ગુજરાત તો ઠીક દેશમાં પણ એવું ઓછું જોવા મળે છે કે ક્લાસ વન અધિકારીઓના છોકરાઓ સરકારી શાળા કે આંગણવાડીમાં ભણતા હોય. દાહોદ વિસ્તારમાં આદિવાસી લોકોનું પ્રમાણ વધારે છે. આદિવાસી લોકોએ કુદરત બાજુ વધુ અને આધુનિક જીવન તરફ દૂર રહેતા હોય છે. તેવામાં દાહોદના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયથી તેમને પણ પ્રેરણા મળશે.
લોકોને પ્રેરણા મળે તે માટે નિર્ણય લીધો
દાહોદ જિલ્લામાં આદિવાસી લોકોની સંખ્યા વધારે છે. તેમને શિક્ષણ મળે અને તેઓ શિક્ષણ તરફ વળે તેના માટે આ નિર્ણય લીધો હતો. અધિકારીએ દિકરાને આંગણવાડીમાં મૂક્યો છે તેમાં તેમનું માનવું છે કે બીજા લોકોને પણ સરકારી શિક્ષણ તરફ વિશ્વાસ વધશે.