દિવાળીના દિવસો દરમિયાન લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે અમદાવાદના લોકો મેટ્રોમાં પ્રવાસ કરી દિવાળીમાં ફરી રહ્યા છે. મેટ્રો ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તહેવારો દરમિયાન મેટ્રોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટમાં વધુ પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. વધતા મુસાફરોને કારણે ટ્રેનની ફ્રિકવન્સીને વધારી દેવામાં આવી હતી. 30ના બદલે 15 મીનિટમાં ટ્રેનને દોડાવાઈ હતી.
અમદાવાદીઓનો મળી રહ્યો છે સહયોગ
અમદાવાદીઓ એમ પણ ફરવાના શોખીન હોય છે. અનેક લોકો મેટ્રોમાં સફર કેવી હોય છે તે માટે પણ મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે. એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મેટ્રોના બંને રૂટ એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને કોરિડોર પર અમદાવાદીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ તો દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે જેને કારણે લોકોનો ઘસારો વધી ગયો છે પરંતુ શનિવાર તેમજ રવિવારના દિવસે પણ લોકો મેટ્રોની મોજ લેવા માટે આવતા હોય છે. લોકોનો ઘસારો વધતા મેટ્રોએ કેટલાક દિવસોમાં દર 30 મીનિટને બદલે 15 મીનિટે પણ દોડાવી હતી.
એક મહિનામાં એક કરોડની મેટ્રોને થઈ આવક
છેલ્લા એક મહિનાથી મેટ્રો અમદાવાદમાં દોડી રહી છે. લોકો પણ મેટ્રોમાં મુસાફરી કરવા તલપાપડ થઈ રહ્યા છે. મળતા આંકડા મુજબ મેટ્રોની આવક એક કરોડને વટાવી ચૂકી છે. નવા કોરિડોર તૈયાર કરાય તો લોકોને પણ સગવડ રહે અને મેટ્રોની આવકમાં પણ વધારો થાય.