દેશનો સામાન્ય માણસ કાળઝાળ મોંઘવારીથી પિડાઈ રહ્યો છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘઉં, કઠોળ, શાકભાજી અને સિંગતેલના ભાવ વધતા ટુંકી આવક ધરાવતા નિમ્ન મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરાવામાં ફાંફા પડી રહ્યા છે. જો કે ખાદ્યતેલના ભાવમાં ઘટાડાના રાહતજનક સમાચાર આવ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલમાં 1 દિવસમાં રૂ.60નો ઘટાડો થયો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2710એ પહોંચ્યો છ. જ્યારે કપાસિયા તેલમાં રૂ.30નો ઘટાડો થતા કપાસિયાના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે.
ભાવ ઘટતા હાશકારો
સીંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો હતો. પરંતુ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં 1 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજ તરફ, કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 રૂપિયા સુધી પહોંચ્યો છે. ખાદ્યતેલના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલ માર્કેટમાં માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતાં તેલના ભાવમાં ઘટાડો થયો છે.
શા માટે વધી રહ્યા હતા ભાવ?
સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે આથી એકદમ ઉલટું જોવા મળી રહ્યું છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધુમ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી હતી. ખેડૂતોને રૂ. 1300થી 1650સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા હતા. જો કે હવે દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે.