પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મિરના પૂર્વ સીએમ મહબુબા મુફ્તીએ મોટી જાહેરાત કરતા કરી છે. બેંગલૂરૂમાં મહબુબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાં ફરીથી કલમ 370 અમલી બનાવવવામાં નથી આવતી ત્યાં સુધી તે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. મહબુબાએ કહ્યું કે જમ્મૂ-કાશ્મિરનો વિશેષ દરજ્જો તે ભારતના સંઘીય માળખાનું સૌથી સારૂં દ્રષ્ટાંત હતું. પરંતું કલમ-370ને નાબુદ કરીને રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને તેને નિર્બળ બનાવવામાં આવ્યું.
#WATCH मैं तब तक विधानसभा चुनाव नही लडूंगी जब तक 370 फिर से बहाल ना हो जाए: PDP प्रमुख महबूबा मुफ्ती, बेंगलुरु pic.twitter.com/j6eyInB1Vp
— ANI_HindiNews (@AHindinews) May 21, 2023
ચીનનો પણ જમ્મુ અને કાશ્મિરમાં હસ્તક્ષેપ વધ્યો
#WATCH मैं तब तक विधानसभा चुनाव नही लडूंगी जब तक 370 फिर से बहाल ना हो जाए: PDP प्रमुख महबूबा मुफ्ती, बेंगलुरु pic.twitter.com/j6eyInB1Vp
— ANI_HindiNews (@AHindinews) May 21, 2023પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ બેંગલુરૂમાં કહ્યું કે ચીન હવે જમ્મૂ અને કાશ્મીરના મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. જ્યારે પહેલા માત્ર પાકિસ્તાન જ આવું કરતું હતું. આ બીજેપીએ કલમ-370 હટાવી તેનું જ પરિણામ છે.
દિલ્હીમાં થયું તે ખતરાની ઘંટડી
કર્ણાટકમાં મીડિયા સાથે ચર્ચા કરતા મહૂબુબાએ કહ્યું કે દિલ્હીમાં કેજરીવાલ સાથે જે થઈ રહ્યું છે તે બધા માટે ખતરાની ઘંટડી છે. ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષનું અસ્તિત્વ પણ હોય. મહબૂબાએ કહ્યું કે દિલ્હી સરકારને શક્તિહીન કરી દેવામાં આવી છે. આવું બધાની સાથે થવા જઈ રહ્યું છે.