દેશની સૌથી મોટી ઓનલાઈન પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન લિમિટેડના શેરોમાં ફરીથી મોટો ઘટાડો શરૂ થયો છે. માત્ર 10 દિવસમાં જ રોકાણકારોના લગભગ 26 હજાર કરોડ રૂપિયાનો ચુનો લાગી ગયો છે. પેટીએમના શેરોમાં આ ઘટાડો એટલા માટે આવ્યો છે કારણ કે દેશના કિરાણા સ્ટોર્સે પેટીએમ પેમેન્ટનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. તે ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકે પણ તેના વલણમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જેની અસર વન 97 કોમ્યુનિકએશનના શેરો પર થઈ છે.
આજે પેટીએમનો શેર 9 ટકા તુટ્યો
આજે બુધવારે પેટીએમનો શેર 9 ટકા જેટલો તુટ્યો છે. બિએસઈ પર તેનો ભાવ 344.90 રૂપિયાના નીચલા સ્તર પર આવી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં કંપનીએ તેનું મૂલ્ય 55 ટકાથી વધુ ગુમાવી દીધું છે. માર્કેટ કેપની દ્રષ્ટીએ જોઈએ તો તે લગભગ 26 હજાર કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ગ્લોબલ બ્રોકિંગ ફર્મ Macquarieએ આ અંડરપર્ફોર્મ રેટીંગ આપ્યું છે. Macquarieએ તેના માટે રૂ. 275 ટારગેટ પ્રાઈઝ નક્કી કરી છે.