Paytmના શેરમાં હાહાકાર, સતત લાગી રહી છે લોઅર સર્કિટ, રોકાણકારોમાં શેર વેચવાની હોડ


  • Published By :
  • Published Date : 2024-02-05 14:29:16

વન 97 કોમ્યુનિકેશન્સ એટલે કે Paytm (One 97 Communications Ltd) ના શેરમાં હાહાકાર મચ્યો છે. આજે પણ બજાર ખુલતાની સાથે જ Paytmના શેર 10 ટકા તૂટ્યા અને લોઅર સર્કિટ પર પહોંચી ગયા છે. Paytmના શેરમાં સતત નીચલી સર્કિટ જોવા મળી રહી છે. રોકાણકારોમાં શેર વેચવા માટે દોડધામ મચી છે. પેટીએમનો શેર આજે ઘટીને રૂ. 438.50 પર ખૂલ્યો હતો. રોકાણકારોમાં શેર વેચવા માટે હોડ લગાવી છે. Paytmના શેરમાં આ ઘટાડો ભારતીય રિઝર્વ બેંકે Paytm Payments Bank Limitedને ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ પર થાપણો સ્વીકારવા અથવા ફાસ્ટેગમાં ટોપ અપ કરવા પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યો છે.


RBIની આકરી કાર્યવાહી


રિઝર્વ બેંકે બેંકિંગ એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. આ હેઠળ, હવે Paytm બેંક લિમિટેડ તરફથી કોઈપણ ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં.


5 દિવસમાં 40 ટકાથી વધુ ઘટ્યો


છેલ્લા 5 દિવસમાં Paytmના શેરમાં 42.35 ટકાનો ઘટાડો થયો છે. આ શેર પાંચ દિવસ પહેલા રૂ.760.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. હવે તે 440 રૂપિયાની નીચે આવી ગયો છે. Paytmના શેરમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે પેટીએમના શેર સુસ્ત હતા. ટ્રેડિંગના અંતે શેરનો ભાવ નજીવો ઘટીને રૂ.761 હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ.774ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે 20 ઓક્ટોબર, 2023ના રોજ શેર રૂ. 998.30ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...