Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, IPO પ્રાઈઝ 2,150 રૂપિયાથી 79% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2022-11-24 16:34:57

ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની Paytmના શેર આ દિવસોમાં ચર્ચામાં છે. Paytmની પેરેન્ટ કંપની One 97 Communication તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટ થઈ છે. Paytmના શેરમાં IPOના ભાવથી અત્યાર સુધીમાં 75 ટકાનો ઘટાડો થયો છે. Paytmનો મેગા IPO છેલ્લા દાયકામાં રોકાણકારોના નાણાંનું ધોવાણ થવાના સંદર્ભમાં અવ્વલે નંબરે આવ્યો છે. Paytmના સંસ્થાપકો કંપનીના પડકારોની તુલના Tesla Inc સાથે કરે છે.


Paytmની માર્કેટ વેલ્યું 75 ટકા ઘટી


Paytmનો શેરોનું લિસ્ટિંગ થયા બાદ માત્ર એક જ વર્ષમાં કંપનીની માર્કેટ વેલ્યું 2.4 અબજ ડોલરથી 75 ટકા ઘટી ચુકી છે. આ પહેલા વર્ષ 2012માં સ્પેનની બેંકિયા એસએનું લિસ્ટિંગ થયા બાદ એક જ વર્ષમાં તેના મૂલ્યમાં 82 ટકાનો ઘટાડો નોંધાયો હતો. Paytmના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો વિશ્વના સૌથી મોટા લુઝર બન્યા છે. PayTm IPOમાં ₹1,00,000નું રોકાણ કરનારા લોકો પાસે માત્ર ₹25000 બચ્યા છે. વન 97 કોમ્યુનિકેશનનો IPO લિસ્ટિંગના પ્રથમ વર્ષમાં જ ખરાબ પ્રદર્શન કરનારા ટોચના IPOઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.


IPOની કિંમતથી 79% ઘટી


Paytmની પેરેન્ટ કંપની One 97 Communicationનો શેર ગુરુવારે લગભગ 2.5 ટકા ઘટીને ₹440ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. Paytm શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1873 રૂપિયા છે. હાલમાં પેટીએમના શેર લગભગ 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, જાપાનની SoftBank Group Corp એ IPO માં સેટ કરેલ લોક-અપ સમયગાળો સમાપ્ત થયો હોવાથી Paytm માં રાખેલા શેર વેચ્યા હતા, તેના કારણે ત્રણ દિવસથી શેર ઘટી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જ કંપનીનો શેર 30% ઘટાડો નોંધાયો છે, Paytmનો શેર IPOની કિંમત 2,150 રૂપિયાથી 79% ઘટી ગયો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?