પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આ નિયમોનું રાખજો ધ્યાન, કોરોના સંક્રમણ વધતા નિયમો કરાયા જાહેર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-24 09:10:07

વિશ્વમાં તેમજ દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે, વધી રહેલા કોરોના કેસને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના સંક્રમણને લઈ ગુજરાત સરકાર દ્વારા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. લાખો ભક્તો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ મહોત્સવમાં આવતા ભક્તો માટે ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 


કોરોના વધતા બહાર પડાયા નિયમો  

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં સામેલ થવા દુનિયાભરથી ભાવિકો આવી રહ્યા છે. ઉપરાંત દેશના અનેક રાજ્યોથી પણ ભક્તો આવી રહ્યા છે. જેને કારણે કારણે ચિંતામાં વધારો થયો છે. આ મહોત્સવમાં લાખો હરિભક્તો સેવા આપી રહ્યા છે. ત્યારે વધતા કોરોનાને લઈ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે મુજબ સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે. 


શું છે નિયમો? 

વધતા કોરોના સંક્રમણને જોતા મહોત્સવમાં સામેલ થતા ભક્તો તેમજ સ્વયંસેવકો માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે પણ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવામા આવ્યો છે. શરદી, તાવ જેવી તકલીફ ધરાવતા વ્યક્તિએ ભીડમાં આવવું ટાળવું. ઉપરાંત ઉંમર લાયક, નાદુરસ્ત તબિયત વાળા વ્યક્તિએ પણ મહોત્સવમાં ન આવવા વિનંતી કરી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એકબીજાને હાથ મિલાવાનું પણ ટાળવું જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.   

   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...