પવન ખેડાને સુપ્રીમે આપી રાહત, જો કે સંભળાવ્યું પણ ખરૂ, જાણો શું કહ્યું કોર્ટે


  • Published By :
  • Published Date : 2023-02-23 19:51:50

દિલ્હી એરપોર્ટથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દ્વારકા કોર્ટથી વચગાળાના જામીન મળી ગયા છે. કોર્ટે તેમને 30 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર મુક્ત કર્યા છે. જો કે કોર્ટે તેમને વાંધાજનક નિવેદનોને લઈ ચેતવણી આપી છે. સુપ્રીમે 28 ફેબ્રુઆરી સુધી પવન ખેરાની ધરપકડ પર સ્ટે મૂકી દીધો છે, પણ ખેરાએ રેગ્યુલર જામીન માટે અરજી કરવાની રહેશે.  કોર્ટે આસામ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસને FIRને એક સાથે નોંધવાની અરજી પર નોટીસ ફટકારી છે.


ખેરાની ધરપકડ મુદ્દે કોંગ્રેસ સુપ્રીમમાં


પવન ખેરાની ધરપકડ સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પવન ખેરા વતી કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ખેરાએ તે જ સમયે માફી માંગી હતી, તે માત્ર જીભ લપસી જવાનો મામલો હતો. સિંઘવીએ ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી છે. બીજી તરફ આસામ પોલીસ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓએ પવન ખેરાની ધરપકડ કરી લીધી છે અને તેને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.


મામલો શું હતો?


કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાની આજે આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પવન ખેરા ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દિલ્હીથી છત્તીશગઢના રાયપુર જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે તેમને એરપોર્ટ પર અટકાવી દેતા હાઈવોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ફ્લાઈટમાંથી નીચે ઉતરીને ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ ટ્વિટરના માધ્યમથી પણ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?