ગુજરાતના મોરબીમાં જે દુર્ઘટના ઘટી તે મામલે કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે છે અને કાલે તેઓ મોરબી મુલાકાતે આવી રહ્યા છે તેની વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ મીડિયા ચેરમેન પવન ખેરાએ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મોરબીમાં ગઈકાલે ઝુલતો પુલ ધરાશાયી થતાં 130થી વધુ લોકોના મોત થયા છે.
મોરબીમાં દુર્ઘટના થઈ છે અને પ્રધાનમંત્રી ટોપી પહેરીને ફરે છેઃ પવન ખેરા
દેશના પ્રધાનમંત્રીની જન્મ અને કર્મભૂમિ છે તેમના કાર્યક્રમ ચાલુ છે અફસોસ થાય છે દિલમાં દર્દ બધાને છે. પત્રકારોને છે, દેશના સામાન્ય લોકોને છે, પરંતુ જે ગુજરાતે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચાડ્યા તે આજે તે જ ગુજરાતમાં આવીને માફ કરજો પણ હેટ લગાવીને કાર્યક્રમ કરી રહ્યા છે. જોવાતું નથી અમારાથી, ફરિયાદ થથઈ છે પણ તેમાં કોઈ મંત્રી કે અધિકારીનું નામ નથી. અજંતા ટ્રસ્ટને મેઈન્ટેઈનેન્સ લેવાનો નિર્ણય કોનો હતો, તેનો જવાબ આવવો જોઈએ, શું રિબન કાપવાની જલ્દબાજીમાં પુલ ખોલી દેવામાં આવ્યો હતો, 12-17 રૂપિયાની ટિકિટમાં પુલ ખોલ્યો, અને આવી દુર્ઘટના ઘટે છે તેનો જવાબદાર કોણ છે. હું પૂછવા માગું છું કે માણસના જીવનની કોઈ કિંમત છે કે નહીં.
મારા મનને મનાવીને અહીં આવ્યો છુંઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. બનાસકાંઠના વિસ્તારોને પાણીદાર બનાવવાના પ્રોજેક્ટ મામલે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સવારે વડોદરામાં અને બપોરે બનાસકાંઠાની રેલીમાં મોરબીની દુર્ઘટનાને યાદ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છું. પ્રધાનમંત્રીએ બનાસકાંઠામાં સંબોધનમાં દરમિયાન કહ્યું હતું કે હું મારા મનને મનાવીને અહીં આવ્યો છું.