કોંગ્રેસના નેતા પવન ખેરાને આજે દિલ્હીમાં ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું છે. તે રાયપુરમાં યોજાઈ રહેલા કોંગ્રેસના સંમેલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ ઘટના અંગે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતએ ટ્વીટ કર્યું છે.
શા માટે ખેરાને વિમાનમાંથી ઉતારી દેવાયા?
પવન ખેરાને વિમાનમાંથી શા માટે ઉતારી દેવામાં આવ્યા તે અંગે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે. દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું કે આસામ પોલીસે પવન ખેરાને રાયપુર જતા રોકવા માટે દિલ્હી પોલીસને સુચના આપી હતી. આસામ પોલીસના અનુરોધ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Modi govt is acting like a bunch of goons by deplaning @Pawankhera ji from the Delhi-Raipur flight and preventing him from joining the AICC Plenary.
Using a flimsy FIR to restrict his movement & silence him is a shameful, unacceptable act. The entire party stands with Pawan ji. pic.twitter.com/mKVeuRGnfR
— K C Venugopal (@kcvenugopalmp) February 23, 2023
કોંગ્રેસે કહ્યું તાનાશાહી વલણ
Modi govt is acting like a bunch of goons by deplaning @Pawankhera ji from the Delhi-Raipur flight and preventing him from joining the AICC Plenary.
Using a flimsy FIR to restrict his movement & silence him is a shameful, unacceptable act. The entire party stands with Pawan ji. pic.twitter.com/mKVeuRGnfR
કોંગ્રેસના નેતા શ્રીનેતએ ટ્વિટ કરી દિલ્હી પોલીસની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રાયપુર માટે ઉડાન ભરી રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 204 પરથી અચાનક જ મારા સહયોગી પવન ખેરાને ઉતારી દેવામાં આવ્યા છે, આ તાનાશાહી વલણ છે. શ્રીનેતએ કહ્યું કે સવાલ એ છે કે કઈ કલમ હેઠળ તેમને રોકવામાં આવ્યા તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કર નથી. તેમને કયા આધારે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને કોણે આદેશ આપ્યો તેને લઈ શ્રીનેતએ સવાલ કર્યો હતો.