પાવાગઢમાં વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટતા 1 શ્રદ્ધાળુનું મોત, 8થી વધુ લોકો ઘાયલ, બચાવ અને રાહત કામગીરી શરૂ


  • Published By :
  • Published Date : 2023-05-04 15:26:59

રાજ્યના પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તુટી પડતા 1 શ્રધ્ધાળુનું મોત તથા 8થી વધુ શ્રધ્ધાળુઓ દટાઈ ગયા છે.ઘુમ્મટનો કેટલોક હિસ્સો તૂટી પડતા અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિકો ઉપર પથ્થરોની શિલાઓ પડતા ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં 3 મહિલાઓ, 3 પુરુષો અને બે બાળકોનો સમાવેશ થાય છે.


વિશ્રામ સ્થળ નીચે લઈ રહ્યા હતા આસરો


પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચીમાં ગાજવીજ સાથે વરસતા વરસાદમાં એક વિશ્રામ સ્થળ નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આસરો લઈ ઉભા હતા. આ સમયે જ અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા


આ ભયાનક દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીના દર્શને આવેલા હતા.


મૃતક અને ઘાયલ શ્રધ્ધાળુઓની યાદી


ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, મૃત્યુ)

મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ)

રાજવંશ મહેશભાઈ દેવીપુજક (21 વર્ષ)

સુમિત્રાબેન વેલસીંગભાઇ રાઠવા (18 વર્ષ)

વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ)

મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ)

દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ)

સોનલબેન વિજયભાઈ દેવીપુજક (30 વર્ષ)

દક્ષ વિજયભાઈ દેવીપુજક (2 વર્ષ)



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..