બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરીને લઈ પટણા હાઈકોર્ટે મહત્વો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં વસ્તી ગણતરી ચાલુ રહેશે. પટણા હાઈકોર્ટે જાતિ આધારીત વસ્તી ગણતરી પર સ્ટે માગતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને આર્થિક સર્વે પર સ્ટે લગાવવા સંબંધિત અરજીઓ ફગાવી દીધી છે. નીતીશ કુમાર સરકાર માટે આ મોટા રાહત સમાચાર છે, હવે કહીં શકાય કે બિહારમાં ફરી એક વખત જાતિ આધારીત વસ્તી ગણતરીનો માર્ગ સાફ થઈ ગયો છે.
નીતીશ સરકાર માટે મોટી રાહત
જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે અગાઉ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર પાસે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની સત્તા નથી. આ કેન્દ્ર સરકારનો અધિકાર છે, કેન્દ્ર સરકાર જ જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી શકે છે. નીતીશ કુમાર સરકારે સ્પષ્ટપણે કાસ્ટ સર્વેનો નિર્ણય લીધો હતો, આ માટે કેન્દ્રથી અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રદેશ સરકારે પોતાના સ્તરે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાનો ફેંશલો કર્યો હતો.