SPGના અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન મોદીને પત્ર લખી કરી આ માગ, PM પાસે મુલાકાતનો સમય માંગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 19:48:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો સક્રિય થયા છે. છેલ્લા પાંચ વર્ષથી ગાયબ થયેલા આ પાટીદાર નેતાઓનો સમાજ પ્રત્યેનો પ્રેમ ચૂંટણી આવતા અચાનક જ જાગૃત થઈ ગયો છે.  આ નેતાઓ હવે પાટીદારોની માંગણીઓને લઈ મેદાનમાં આવતા આશ્ચર્ય ઉપજે તે સ્વાભાવિક છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે પાટીદારોની માગણીને લઈ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હોવાનો દાવો કર્યો છે.


લાલજી પટેલે PM મોદીને પત્ર લખી શું માગ કરી?


SPGના અધ્યક્ષ લાલજી પટેલે પીએમ મોદીને પાટીદારોની ત્રણ માંગણીઓને લઈ પત્ર લખ્યો છે. પત્રમાં અનામત આંદોલન દરમ્યાન જે યુવાઓ સામે કેસ કરવામાં આવ્યા તે કેસ પરત ખેંચવામાં આવે. બીજી માગ પાટીદાર આંદોલન દરમિયાન મૃતકના પરિવારને સરકારી નોકરી આપવી તથા પાટીદાર આંદોલન દરમિયાન ઘાયલ થયેલા લોકોને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી કરી છે.


લાલજી પટેલે પ્રધાનમંત્રીને મળવા માટે સમય માંગ્યો


SPGના અધ્યક્ષ લાલજી પટેલના જણાવ્યા પ્રમાણે અમે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં કરી છે. છેલ્લા સાત વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા તેમ છતાં માંગણી સંતોષાઈ નથી. અંતે સરદાર પટેલ સેવાદળે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી મુલાકાત આપવા સમય માંગ્યો છે. SPGના નેતાઓ પ્રધાનમંત્રી સમક્ષ તેમના પ્રશ્નો અને માંગણીઓ અંગે રજૂઆત કરશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...