પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા બંદૂકધારીઓએ આતંકીને ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-10-11 13:37:29

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો છે. શાહિદ લતીફ જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો. શાહિદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના સિયાલકોટ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ શાહિદ લતીફને ગોળી મારી દીધી હતી. શાહિદ 41 વર્ષનો હતો અને તેણે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ હુમલાને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હત્યાથી જૈશ-એ-મોહમ્મદને મોટો ફટકો પડ્યો છે.


Image

16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યા બાદ ડિપોર્ટે કરાયો


શાહિદ લતીફ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ હતો. 12 નવેમ્બર 1994ના રોજ તેની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે 16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યો હતો. આ પછી લતીફે જૈશમાં રહીને આતંકવાદીઓને ભારત ઘુસાડવાનું શરૂ કર્યું હતું. લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ભારતીય તપાસ એજન્સીઓએ તેને આ કેસમાં આરોપી પણ બનાવ્યો હતો. આટલું જ નહીં, લતીફ 1999માં કંદહાર પ્લેન હાઇજેક કેસમાં પણ આરોપી હતો.


પઠાણકોટમાં 5 જવાનો શહીદ થયા હતા


જાન્યુઆરી 2016માં જૈશના ચાર આતંકવાદીઓ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળોએ આ ચારેય આતંકીઓને પણ ઠાર માર્યા હતા. લતીફ આ આતંકીઓને કમાન્ડ આપતો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?