શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મ રિલિઝ થયાને 21 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મના 20માં દિવસે દેશમાં હિન્દી વર્ઝનથી 4 કરોડ રૂપિયાનું કલેક્સન કર્યું છે. આ પ્રકારે 250 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ માત્ર દેશમાં જ રૂ. 471 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. આ બજેટની તુલનમાં 88 ટકાથી વધુની કમાણી છે. જ્યારે વિદેશમાં કમાણીના મામલે આ ફિલ્મ 953 કરોડ રૂપિયાના આંક સુધી પહોંચી ગઈ છે. એટલે કે બજેટના પ્રમાણમાં તેણે વર્લ્ડ વાઈડ 281 ટકાથી વધુની કમાણી કરી છે.
'પઠાણે' તોડ્યો 'બાહુબલી 2'નો રેકોર્ડ
'પઠાણે' 20માં દિવસે 'બાહુબલી 2'નો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મે દિલ્હી/એનસીઆર સર્કિટમાં રૂ. 110 કરોડની કમાણી કરી છે. પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 અત્યાર સુધી આ સર્કિટમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 'બાહુબલી 2' એ 98.64 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, ત્યારબાદ યશની 'KGF 2' નો નંબર આવે છે, આ ફિલ્મે 85.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.