અદાણી મામલે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે, અદાણીની કંપનીના શેર સતત તુટી રહ્યા છે. જો કે અન્ય એક કંપની પણ છે જેના શેર સતત તુટતા રોકાણકારોનના 7 હજાર કરોડ રૂપિયા ડુબી ગયા છે. આ કંપની છે યોગ ગૂરૂ બાબા રામદેવની પતંજલી ફૂડ્સ.
7 હજાર કરોડનો ઝટકો
પતંજલી ફૂડ્સના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 ફેબ્રુઆરીના દિવસે પતંજલિ ફૂડસના શેરનો ભાવ 1208 રૂપિયા પર હતો જે 3 ફેબ્રુઆરીએ ઘટીને 907 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેરમાં 25 ટકોનો ઘટાડો આવી ચુક્યો છે. 3 ફેબ્રુઆરીએ તો પતંજલિનો શેર લોઅર સર્કિટ પર પહોંચી ગયો હતો. શેર તુટતા કંપનીનું માર્કેટ કેપ 32825.69 જેટલું રહ્યું છે. જે 27 જાન્યુઆરીએ 40,000 કરોડ રૂપિયાના સ્તર પર હતું.
શા માટે તુટી રહ્યો છે શેર
પતંજલિના શેરો જે રીતે તુટી રહ્યા છે તેનું કારણ જાણવું પણ રસપ્રદ બની રહેશે. શેર બજારન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પતંજલિનો શેર તેના ખરા વેલ્યુએશનથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. હવે જ્યારે મંદીનો માહોલ છે ત્યારે તેમા કરેક્શન આવ્યું તે સ્વાભાવિક બાબત છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડૂબી ગયા છે.