ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. ચૂંટણી નજીક આવતા મતદાતાઓને રિજવવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધી રહ્યા છે.. ભાજપના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં હતા. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચારમાં ગયા હતા પરંતુ તેમની સભા પહેલા ક્ષત્રિય સમાજના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા..
રાહુલ ગાંધીએ રાજા રાણીને લઈ આપ્યું હતું નિવેદન
ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... એક તરફ આ વિવાદ શાંત નથી થયો ત્યારે રાહુલ ગાંધીનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજા રાણીને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી જેને લઈ તેમનો વિરોધ આજે પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો..
ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ
રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા. પાટણમાં ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા તેઓ આવ્યા હતા.. સામાન્ય રીતે આજકાલ જે દ્રશ્યો ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો રાહુલ ગાંધીની સભા પહેલા જોવા મળ્યા.. કાળા વાવટા દેખાડી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો.. પોલીસ દ્વારા વિરોધ કરવામાં આવેલા લોકોને અટકાવી દેવાયા હતા... ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા.. મહત્વનું છે કે સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા...