પાટણ - લુણાવાડા બસના ડ્રાઈવરને આવ્યો Heart Attack, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે ટળી જાનહીની પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-02 16:17:04

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. પ્રતિદિન એવા અનેક કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં એક નહીં પરંતુ બે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તેવામાં સાબરકાંઠાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો અને બસ ખાડામાં ઉતરી. સમયસૂચકતા વાપરી એસટી બસ ચાલકે મુસાફરોનો આબાદ બચાવ કર્યો છે.  મહત્વનું છે કે અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો છે.     

બસ ચલાવતી વખતે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. પ્રતિદિન અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ ક્યારે મોતને ભેટી જાય છે તેની ખબર નથી પડતી. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા. ત્યારે એસટી બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર બની છે. 


સારવાર માટે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયા 

આ અંગે મળતી માહિતી અનુસાર પાટણ-લુણાવાડા બસ પોતાના નિર્ધારિત સમયે ઉપડી હતી. આ દરમિયાન પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો. તબિયત બગડતા તેમણે બસને સાઈડમાં ઉભી રાખી. બસ સાઈડમાં ઉભી રાખી પરંતુ તે બસ ખાડામાં પડી ગઈ. આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જાનહાની ટળી છે. ડ્રાઈવરને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે   


અનેક લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો જીવ 

યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં હૃદયહુમલાનો શિકાર લોકો બની રહ્યા છે. પ્રતિદિન લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે પણ હૃદયહુમલાના કિસ્સાઓ નોંધાયા છે. તે પહેલા પણ પ્રતિદિન આવા કિસ્સાઓ આપણી આવે છે. 

વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ વધારી સરકારની ચિંતા 

મહત્વનું છે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા પણ વધી છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. થોડા સમય પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જે લોકોને સિવિયર કોરોના થયો છે તેમણે વધારે કસરત અથવા તો શ્રમ ન કરવો જોઈએ. આજે પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?