અકસ્માતોમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણી વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને સહન કરવી પડે છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાય છે. રસ્તા પર કોઈ પશુ આવી જવાને કારણે અકસ્માતની ઘટના બને છે. રખડતા શ્વાન તેમજ રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે.
એક જ પરિવારના ચાર સભ્યોનું અકસ્માતમાં થયું મોત
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઓવરસ્પીડને કારણે તો રોંગ સાઈડ પર આવવાને કારણે લોકો મોતને ભેટે છે. ત્યારે પાટણમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. વાહનો વચ્ચે ટક્કર થવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો છે. પાટણના સાંતલપુર તાલુકાના ફાગલી ગામનો પરિવાર પ્રસંગમાં જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર અચાનક એક જાનવર આવી ગયું. જાનવર આવવાને કારણે ગાડી પરથી કાબુ ગુમાવી દીધો અને આ દુર્ઘટના સર્જાઈ.
જાનવર આવી જતા સર્જાઈ દુર્ઘટના
ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ. રોડની સાઈડમાં ખાડામાં પાણી ભરાયેલું હતું. ખાડામાં પાણી હોવાને કારણે ગાડી ડૂબી ગઈ. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અકસ્માતને લઈ જણાવ્યું કે કારમાં સવાર ચારેય લોકો એક જ પરિવારના સભ્યો હતા. મૃતકોમાં પતિ, પત્ની તેમજ બે દીકરીઓનો સમાવેશ થાય છે. જોશી પરિવારને અકસ્માત નડ્યો છે. ખાડામાંથી મૃતદેહો કાઢી પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં વધી છે અકસ્માતોની સંખ્યા!
મહત્વનું છે કે જ્યારે રસ્તા પર અચાનક કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી આવી જતા હોય છે ત્યારે આવી દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે આગળનું વાહન બ્રેક મારે તો પાછળની ગાડીઓ અથડાય છે અને અકસ્માત સર્જાય છે. રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે ગંભીર અકસ્માત થયા છે, લોકો ઈજાગ્રસ્ત થયા છે.