કોરોના કેસ ઘટતા વિદેશથી આવતા યાત્રિકોઓએ નહીં ભરવું પડે એર સુવિધા ફોર્મ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-22 09:09:40

Indian health ministry દ્વારા સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોના વાયરસ વધવાને કારણે ભારત સરકારે વિદેશથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજીયાત કર્યું હતું પરંતુ કોરોના કેસ ઘટતા મુસાફરોને ફોર્મ ભરવામાંથી મુક્તિ આપી દીધી છે.

   

વિદેશથી આવતા મુસાફરોનો રખાતો હતો રેકોર્ડ 

કોરોના મહામારીના સમય દરમિયાન ભારતમાં કોરોના વાયરલ વધુ ન વકરે તે માટે ભારત સરકારે અનેક નિયમો લાદી દીધા હતા. ઉપરાંત વિદેશથી આવતા મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવું પડતું હતું. જેમાં મુસાફરોએ પોતાની વિગતો ભરવાની હતી. જેવી કે તેઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે, મોબાઈલ નંબર, તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી પૂછવામાં આવતી હતી. 

Image

શા માટે શરૂ ભરવામાં આવતું હતું આ ફોર્મ?  

કોરોના કેસ વધતા ભારત આવતા તમામ યાત્રીકો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક વેબસાઈટ શરૂ કરી હતી જેમાં સેલ્ફ ડિક્લેશેન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. તમામ યાત્રીકોએ આ પોર્ટલ પર સેલ્ફ ડિક્લેશન ફોર્મ ભરવું પડતું હતું. આ ફોર્મના માધ્યમથી વિદેશથી આવતા દરેક યાત્રીઓનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પરંતુ કોરોના કેસ ઘટતા એક નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને એર સુવિધા ફોર્મ ભરવાની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે. જેને કારણે હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સેલ્ફ ડિક્લેશેન ફોર્મ ભરવાની જરૂરત નથી. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?