બાંગ્લાદેશમાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેનની ટક્કર, 20ના મોત, 100થી વધુ લોકો ઘાયલ, મત્યૃઆંક વધવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-10-23 20:11:59

બાંગ્લાદેશમાં સોમવારે એક પેસેન્જર ટ્રેન અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાતા ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ભૈરબ રેલ્વે સ્ટેશનના ડ્યુટી ઓફિસર સિરાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે, સ્થાનિક સમયાનુસાર બપોરે 3.30 વાગ્યે કિશોરગંજ ખાતે ચટ્ટોગ્રામ તરફ જતી માલસામાન ટ્રેન ઢાકાથી જતી એગ્ગારો સિંદુર એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. 


મૃત્યુઆંક વધી શકે


બાંગ્લાદેશ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના મીડિયા ચીફ શાહજહાં સિકદરે જણાવ્યું હતું કે, "અત્યાર સુધી કાટમાળમાંથી 20 મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે." તેમણે કહ્યું કે ફાયર સર્વિસના એક ડઝનથી વધુ એકમો બચાવ કામગીરી કરી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત કોચ નીચે ઘણા લોકો ફસાયેલા છે. ઢાકા રેલ્વે પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું હતું કે, "પ્રારંભિક રિપોર્ટ અનુસાર, માલગાડીએ ઇગારો સિંદુર એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી."


ક્રેન સાથે ટ્રેન રવાના થઈ


દુર્ઘટના સ્થળે હાજર ફાયર બ્રિગેડ સેવાના અધિકારીઓએ કહ્યું કે એવી આશંકા છે કે લોકો હજુ પણ જર્જરિત વેગન નીચે ફસાયેલા છે. જોકે, 100થી વધુ મુસાફરો ઘાયલ છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. ક્રેન વડે રેસ્ક્યુ ટીમ અકસ્માત સ્થળે દોડી આવી છે. બાંગ્લાદેશની તસવીરો દર્શાવે છે કે લોકો ફસાયેલા છે. સામાન્ય લોકો પણ મદદમાં લાગેલા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?