SpiceJet:વિમાનના ટોયલેટમાં ફસાયેલા પેસેન્જરને મળશે રિફંડ, એરલાઈને માફી માગી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 15:15:58

મુંબઈથી બેંગલુરૂ (Mumbai-Bengaluru Flight)જઈ રહેલી  સ્પાઈસ જેટ  (SpiceJet)ની ફ્લાઈટ SG-268માં ગત મંગળવારે એક પેસેન્જર ટોયલેટમાં ફસાઈ ગયો હતો. આ મુસાફર લગભગ 100 મિનિટ સુધી પ્લેનના ટોયલેટમાં ફસાતા તેણે સ્ટાફને ફરિયાદ કરી હતી. જો કે મામલો ગરમાતા એર લાઈને માંફી માગી છે, સ્પાઈસ જેટ દ્વારા અસુવિધા બદલ પેસેન્જરને રિફંડ પણ આપવામાં આવશે. આ ઘટના ગઈ કાલે મંગળવારે બની હતી. મંગળવારે સવારે ફ્લાઈટના ટોયલેટનો દરવાજો લોક થઈ જતા પેસેન્જર ટોયલેટમાં જ ફસાઈ ગયો હતો. પેસેન્જરે સમગ્ર યાત્રા ટોયલેટમાં જ ગોંધાઈ રહેવું પડ્યું હતું. 


કઈ રીતે બહાર આવ્યો?


બાથરૂમમાં ફસાયેલા પેસેન્જરે મદદ માટે ક્રૂ મેમ્બરો દોડી ગયા હતા. ક્રૂ અને અન્ય પેસેન્જરોએ દરવાજો ખોલવા માટે પ્રયાસો કર્યા હતા. જો કે તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ક્રૂ મેમ્બરોએ પણ પત્ર લખીને કહ્યું કે સર અમે ટોયલેટનો દરવાજો ખોલવાના તમામ પ્રયાસો કર્યો પરંતુ દરવાજો ખુલી શક્તો નથી. તમે ગભરાશો નહીં, આપણે થોડા જ સમયમાં લેન્ડિંગ કરીશું, બાદમાં ફ્લાઈટ જ્યારે સવારે 3.42 વાગ્યે બેંગલુરૂના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી તો એરલાઈનના એન્જિનિયરો વિમાનમાં ગયા હતા અને બાદમાં ટોયલેટનો દરવાજો તોડીને બહાર કાઢ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સ્પાઈસ જેટએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે પેસેન્જરની ઓળખ પણ સામે આવી નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?