ઘણા સમયથી ફ્લાઈટમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને કારણે ચર્ચાઓ થતી રહે છે. થોડા દિવસ પહેલા ઈન્ડિગો ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી, તો કોઈ વખત મહિલા પેસેન્જર પર પેસાબ કરવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પેસેન્જરે ક્રૂ મેમ્બર્સ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. જેમાં 2 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે. જેને કારણે ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી.
પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન
ફ્લાઈટમાં સવાર પેસેન્જરો ઘણી વખત પોતાની મર્યાદા ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે કે જેમાં પેસેન્જર દ્વારા કરવામાં આવતા વર્તનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ક્રૂ મેમ્બર્સ સાથે એક પેસેન્જરે ગેરવર્તન કર્યું હતું. એયર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હતું. પેસેન્જર દ્વારા આ પ્રકારનું વર્તન કરાતા ઉપરાંત મારપીટ કરાતા ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી. ઉડાન ભરી તે બાદથી પેસેન્જરે ગેરવર્તન કરવાની શરૂઆત કરી દીધી હતી. વિમાનના સ્ટાફે અનેક વખત ચેતવણી આપી પરંતુ તેણે ગેરવર્તન કરવાનું ચાલું રાખ્યું અને તે બાદ મારપીટ પણ શરૂ કરી દીધી હતી. પેસેન્જર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. પેસેન્જર હાલ પોલીસ કસ્ટડીમાં છે.
ફ્લાઈટમાં બની રહ્યા છે આવા અનેક કિસ્સાઓ
આ પહેલી ઘટના નથી જ્યારે પેસેન્જર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોય. થોડા સમય પહેલા ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી જેને કારણે ફ્લાઈટમાં ફાયર એલાર્મ વાગી ગયું હતું, પેસેન્જર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ પહેલા જાન્યુઆરીમાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પણ એક પેસેન્જરે એયરહોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. તે પહેલા એયર ઈન્ડિયામાં એક પેસેન્જરે મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધો હતો.શંકર મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફ્લાઈટમાં નશાની હાલતમાં લોકો એવી હરકતો કરી દેતા હોય છે જેને કારણે અન્ય લોકોને હેરાન થવાનો વારો આવે છે.