અરવલ્લીમાં હાર્ટ એટેકથી યુવાનનું અકાળે મોત, 20 વર્ષીય પર્વ સોનીનું ક્રિકેટ રમતા થયું મોત, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-16 14:48:06

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ  ચિંતાજનક રીતે વધી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હ્રદય રોગ યુવાનોને ભરખી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા 20 વર્ષીય યુવાનનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. મોડાસાના પર્વ સોનીનું ક્રિકેટ રમતા મોત થયું હતું, મૃતક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. યુવાનના મોતથી પરિવારજનો શોકમગ્ન બની ગયા છે.  


પાટડીમાં યુવા ભાજપ ઉપપ્રમુખનું પણ થયું હતું મોત


તાજેતરમાં જ પાટડી શહેરના યુવા ભાજપ ઉપપ્રમુખનું હાર્ટએટેકથી મોત નિપજતા પરીવારજનોમાં આંક્રદનો માહોલ છવાયો હતો.નગરપાલિકાના પૂર્વ યુવા સભ્ય રાજુભાઈ ઠાકોરની તબિયત લથડતાં પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. પાટડી સરકારી હોસ્પિટલના બાકડે જ જોરદાર હ્રદયરોગનો હુમલો આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યાં હતા. પાટડી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ ઠાકોર રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડી રાત્રે ઘેર પહોંચતા હાથમાં દુ:ખાવો થતાં જાતે મોટરસાયકલ લઇ પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. 39 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતુ. વધતા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક બન્યા છે.


રીબડામાં SGVPનો વિદ્યાર્થી મોતને ભેટ્યો હતો


રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે ગુરુકુળમાં ધો. 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઊપડતાં ઢળી પડ્યો હતો, આથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે એ પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.એકના એક પુત્ર દેવાંશના મોતથી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?