પરષોત્તમ સોલંકી આવ્યા ચર્ચામાં! જે જગ્યા પર Parshottam Solanki પર હુમલો થયો હતો ત્યાંજ તેમનાં દિકરા પર પથ્થર મારો કરાયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 13:57:32

છેલ્લા ઘણા સમયથી સમાચારમાં પરષોત્તમ રૂપાલા અને એમનો વિવાદ જ છે પણ આજે પરષોત્તમ રૂપાલા નહિ પરષોત્તમ સોલંકી હેડલાઈનમાં છે કારણકે રાજનીતિમાં ભાઈ તરીકે જાણીતા રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના પીથલપુર ગામ નજીક દિવ્યેશ સોલંકીની એટલે કે પરષોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાના કારણે કારને મોટું નુકસાન પહોંચ્યું છે. આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઇવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એટલે આખો મામલો સામે આવ્યો છે.

દિવ્યેશ સોલંકીની ગાડી પર થયો હુમલો જેને કારણે ગાડીને થયું નુકસાન!

ગુજરાતના રાજકારણમાં નિવેદનોને લઈ ગરમાવો આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ પરષોત્તમ રૂપાલાની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે સમાચાર આવ્યા કે પરષોત્તમ સોલંકીના દીકરાની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારાને કારણે ગાડીને નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે વર્ષો પહેલા જે જગ્યા પર પરસોત્તમ સોલંકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે જ સ્થળે પર તેમના દીકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. 


પોલીસ ફરિયાદમાં ડ્રાઈવરે જણાવ્યું કે...

પથ્થર મારો કરાતા દિવ્યેશ સોલંકીના ડ્રાઈવર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. ડાઈવરે ફરિયાદમાં જણાવ્યું છે કે 30 માર્ચ 2024ની રાતે 10:45 વાગ્યાના સમયે મારી સાથે દિવ્યેશભાઈ સોલંકી તથા બુધેશબાઇ જાંબુચા ગાડી લઇને ભાવનગરથી પીથલપુર ગામે રામાપીરના આખ્યાનના પ્રોગ્રામમાં હાજરી આપવા ગયા હતા. પીથલપુરથી આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પીથલપુરથી અડધો કિલોમીટર દૂર આવતા પીથલપુર ગામની પ્રાથમિક શાળા પાસે પહોંચતા જ મોડી રાત્રે લગભગ 12:15 વાગ્યાના સમયે અચાનક અમારી ગાડી ઉપર છૂટા પથ્થર ફેંકવામાં આવ્યા હતા. 


ત્રણ શખ્સો ભાગતા દેખાયા!

અમારી ગાડીની ડ્રાઇવર સાઇડના આગળ તથા પાછળના દરવાજા પર છૂટા ઘા થવાનો અવાજ આવ્યો હતો. જેથી મે તરત જ ગાડી ઉભી રાખી હતી. આ વખતે બીજા પણ ત્રણ-ચાર ઘા થયા હતા જે ગાડીની બાજુમાંથી પસાર થઈ ગયા હતા. બાદમાં આજુબાજુમાં મોબાઇલની લાઇટથી તેમજ અમારી સાથેની બીજી ગાડીની લાઇટોથી તપાસ કરી હતી. તે દરમિયાન અમને ત્રણ શખ્સો ભાગતા જોવા મળ્યા હતા. ભાગી ગયેલા શખ્સોમાંથી એક શખ્સ આવીને પૂછવા લાગ્યો હતો કે શું થયું. જેથી અમે તેને ઓળખી ગયા અને તેનું નામ પૂછતા તેણે બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ કહ્યું બાદમાં અમે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને ત્યાંથી નકળી ગયા હતા. અને આ ફરિયાદને આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. 


બાહુબલી નેતા ગણાતા પરષોત્તમ સોલંકીની ગાડી પર થયો હુમલો 

પરસસોતમ સોલંકી જેમની છબી બાહુબલી નેતા તરીકેની છે એમના પુત્રની કાર પર કોણે હુમલો કર્યો એ મોટો પ્રશ્ન છે? પરષોત્તમ સોલંકી કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી જેવા મુખ્ય મંત્રીઓની સરકારમાં મંત્રીપદ સંભાળી ચૂક્યા છે. સાથે જ પરષોત્તમ સોલંકીની એક એવા નેતા તરીકેની ઓળખ છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ કાપી શક્યું નથી. પરષોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી પોતના વિસ્તારોમાં વગદાર નેતા છે તપાસમાં આગળ શું સામે આવે છે તે જોવાનું રહ્યું



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?