ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મોહન કુંડારીયાની ટિકીટ કાપી અને પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી હતી. આ વિવાદ એટલો બધો વધી ગયો કે પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલવાની માગ ઉઠી છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પડ્યું છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. એવી ચર્ચાઓ ચાલતી હતી કે ઉમેદવારને ભાજપ બદલી શકે છે પરંતુ આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ...
ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું વિવાદીત નિવેદન
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ એવી હતી જ્યાં ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના જ કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ કરવા ઉતરી આવ્યા. ત્યારે રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ વિવાદીત નિવેદન આપ્યું હતું. જેને લઈ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે.
પરષોત્તમ રૂપાલાએ કરી પ્રેસ કોન્ફરન્સ અને આપી આ સ્પષ્ટતા
આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકને લઈ અનેક સમાચારો સામે આવી રહ્યા હતા. એવી વાતો સામે આવી કે ભાજપ આ બેઠક પર ઉમેદવાર બદલી શકે છે, મોહન કુંડારીયાને ટિકીટ આપવામાં આવી શકે છે. ક્ષત્રિય સમાજની અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી અને આ બધા વચ્ચે તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક વાતોની સ્પષ્ટતા કરી હતી. એવી વાતો સામે આવી હતી કે તેમને દિલ્હીથી તેડું આવ્યું છે. આ નિવેદનને તેમણે નકારી કાઢ્યું છે અને તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ. ત્યારે જોવું રહ્યું કે રાજકોટ બેઠક પર આગળ શું થાય છે?