Parshottam rupala - ક્ષત્રિય સમાજ વિવાદમાં ઉછળ્યું ભાજપના નેતા ભરત બોઘરાનું નામ! સાંભળો વિવાદમાં સંડોવણી હોવાની ચર્ચાઓને લઈ શું કરી સ્પષ્ટતા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 12:03:30

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે બધા નિષ્ફળ સાબિત થયા. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પણ માગી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ આંદોલન પાછળ ભાજપના જ નેતાની સંડોવણી છે. ભાજપના નેતાનો હાથ હોવાની ચર્ચા થતા રાજકારણ ગરમાયું અને આ બધા વચ્ચે ભરત બોઘરાએ સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે કહ્યું કે  'જો ક્ષત્રિય આંદોલનમાં મારી કોઈ ભૂમિકા સામે આવે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.  

ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના નેતાની સંડોવણીની વાત આવી સામે!

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ આંદોલન પાછળ ભાજપના નેતાનો હાથ છે. આવી વાત સામે આવતા રાજકારણ ગરમાવું સ્વભાવિક હતું અને છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના જ નેતાનો દોરી સંચાર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે અને નિશાન ભરત બોઘારા બાજુ હતું હતું એ વચ્ચે તેમણે સ્પષ્ટતા આપી છે. 


વિવાદમાં નામ ઉછળતા ભરત બોઘરાએ કહ્યું કે.... 

ક્ષત્રિય આંદોલન પાછળ ભરત બોઘરાનું નામ ચર્ચામાં આવતા તેમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે હું વીસ વર્ષથી પાયાના કાર્યકર તરીકે કામ કરૂં છું, આંદોલનના કોઈ પણ નેતા સાથેનો સંપર્ક જોવા મળે તો રાજકારણ છોડી દઈશ. મહત્વનું છે કે આજે કરણી સેના દ્વારા ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિવાદને શાંત કરવા માટે કરાયેલા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન દાખલ કરાવાના છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?