પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજની માગ હતી કે રાજકોટ બેઠક પર ઉમેદવારને બદલવામાં આવે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી, પરંતુ ક્ષત્રિય સમાજમાં ભરાયેલો રોષ યથાવત જોવા મળ્યો હતો. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. > અમદાવાદ ખાતે ભાજપના તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો-નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. કલાકો ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવા માટે ક્ષત્રિય સમાજ અડગ છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તે બાદ ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે...
ક્ષત્રિય સમાજ અને ભાજપના નેતાઓ વચ્ચે થઈ હતી બેઠક
ગુજરાતમાં અનેક એવી લોકસભા બેઠકો છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાને લઈ વિરોધ થયો હતો. એક જ માગ પર ક્ષત્રિય સમાજ અડગ હતો કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે..
પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ
વિવાદને શાંત કરવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન થયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. તે બાદ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જાહેરાત કરવામાં આવી કે ત્રીજી એપ્રિલે ક્ષત્રિય આગેવાનો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થશે. આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. એવું લાગતું હતું કે આ બેઠક બાદ આ વિવાદ શાંત થઈ જશે પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે.. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે..... ત્યારે પ્રશ્ન છે થાય કે શું ભાજપ પોતાના ઉમેદવારને બદલશે?