ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલી લડાઈમાં રોજ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે.. અલગ અલગ આગેવાનોના નિવેદન સામે આવી રહ્યા છે.. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજની મહિલાઓ હાજર હતા.. અનેક નિવેદનો ત્યાંથી સામે આવ્યા જે વિચારવા મજબૂર કરે છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાના બેફામ બોલ પર વિરોધ કરે અને પછી સમાજના જ લોકો રૂપાલાને ધમકી આપે તો આ લડાઈ ક્યાં જઈ રહી છે?
અમદાવાદમાં મળી હતી બેઠક જેમાં....
અમદાવાદ ખાતે ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ હાજર હતી. પરંતુ ત્યાંથી જે નિવેદનો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરે છે કે બેફામ બોલ સામે લડવા નિકળેલા લોકો જ્યારે પોતે બેફામ બોલવા લાગે અને સીધી મારવાની વાતો કરવા લાગે તો? આ વાત ગઈકાલથી સામે આવેલા નિવેદનથી વિચારવા કરવા મજબૂર કરે છે. પરષોતમ રૂપાલા vs ક્ષત્રિય સમાજની લડાઈ છેલ્લા કેટલાઈ સમયથી ચાલી રહી છે ક્ષત્રિય સમાજનો વિરોધ છે કે પરષોતમ રૂપલા જે બેફામ બેન દીકરીઓ માટે બોલ્યા છે એ નહીં ચલાવી લેવામાં આવે અને એમની સામે ક્ષત્રિય સમાજના જ ઘણા લોકો રૂપાલા માટે બેફામ બોલતા દેખાય છે.
એવા નિવેદનો ક્ષત્રિયાણીઓ દ્વારા આપવામાં કે...
તાજું ઉદાહરણ લઈએ તો ગઈકાલે ગોતામાં ક્ષત્રિય સમાજની મીટીંગ હતી જેમાં પ્રજ્ઞાબા આવ્યા હતા અને પછી અડધી મિટિંગ વચ્ચે એ ઊભા થઈને જતાં રહ્યા. એ ત્યાંથી નિકળ્યાં તો અમે તેમની સાથે વાત કરી જેમાં તે એવું કહેતા દેખાયા કે પરષોતમ રૂપાલા ચૂંટાશે તો અમે 500 બહેનો જોહર કરીશું અને છેલ્લે બોલ્યા કે " રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો"
નિવેદનમાં ક્ષત્રિયાણીએ કહ્યું કે....
પરષોતમ રૂપાલા જે બોલ્યા એ કોઈને પણ ના સ્વીકાર્ય હોય પણ એનો મતલબ એ ક્યારેય ન થાય કે તમે એક જન પ્રતિનિધિ જે જાહેર જીવનમાં છે એક વ્યક્તિ જેને દરરોજ હજારો લોકોની વચ્ચે જવાનું છે એને એવું કહો કે અમે એને મારી નાખીશું એને જીવતો નહીં રહવા દઈએ , અમે માફી ના આપીએ અમે તો માથું લઈએ જેવા સ્ટેટમેન્ટ આપો તો ક્ષત્રિય સમાજ જવાબ આપે કે તમે લોકશાહી માનવાની વાત કરો છો તો લોકશાહીમાં તમે કોઈની હત્યાની આ પ્રકારની વાત કઈ રીતે કરી શકો?