ગુજરાતમાં રાજકોટ, પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજની ચર્ચાઓ છેલ્લા થોડા દિવસોથી થઈ રહી છે.... પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટરો પણ લાગ્યા છે.. પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ જાણે ભાજપનો વિરોધ ધીરે ધીરે બની રહ્યો છે. અનેક જગ્યાઓ પર પ્રચાર માટે ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આ બધા વચ્ચે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને વિરોધનો સામનો કરવો પડ્યો છે.
16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ભરવાના છે ઉમેદવારી ફોર્મ
થોડા દિવસોની અંદર ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન દાખલ કરવાના છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પ્રતિદિન આ વિવાદ વધી રહ્યો હોય તેવું લાગે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલ હોય, રેખાબેન ચૌધરી હોય કે સી.આર.પાટીલ આમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું હોય છે તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે.
ભાનુબેન બાબરિયાને કરવો પડ્યો વિરોધનો સામનો
પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટરો પણ લાગ્યા. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં બદલાઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે અને હવે આ વિરોધનો સામનો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને કરવો પડ્યો છે.
વિરોધ વધતા બંધ કરવો પડ્યો કાર્યક્રમ!
મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત ભાઈ બોદરની સીટમાં જિલ્લા ભાજપના બંને મહામંત્રીની હાજરીમાં ત્રંબા ખાતે મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો જે બાદ કાર્યક્રમને બંધ કરવાની ફરજ પડી હતી. કાર્યક્રમને બંધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ આક્રામક દેખાઈ રહ્યો છે..