ગુજરાતની રાજનીતિ પ્રતિદિન ગરમાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તે બાદ તો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. એક તરફ ઉમેદવારોને લઈ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. વિવાદને શાંત કરવામાં ભાજપે કવાયત શરૂ કરી દીધી છે અને આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે તો ચૂપ નહીં રહેવાય.
Rajkot લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજ્યના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું#rajkot #parasottamrupala #ShankarsinhVaghela #CM #kshatriya #rajputsamaj #jamawat #jamawatupdate pic.twitter.com/Lr1nTRHrbv
— Jamawat (@Jamawat3) April 2, 2024
પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે શંકરસિંહ વાઘેલા મેદાનમાં
રાજકોટ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પ્રતિદિન આ મામલો વધારે ઉગ્રને ઉગ્ર બની રહ્યો છે. સી.આર.પાટીલના નિવાસસ્થાને આજે બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ પ્રતિક્રિયા આપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના સમર્થનમાં તે આવ્યા હતા.
શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું...
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન ગણવામાં આવશે. જાહેર જીવનમાં બોલતા પહેલા ધ્યાન રાખવું પડે. દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલા કેમ નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. સહન શક્તિની એક મર્યાદા હોય છે. ભાજપે વહેલી તકે નિર્ણય કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી થઈ તો હું આવીશ. ક્ષત્રિય સમાજની સાથે હું ઉભો રહીશ.