પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.. રાજ્યના અનેક ભાગોમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પોસ્ટરો લગાવવામાં આવ્યા... ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. આ મામલે અનેક રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ ધાનાણીએ અનેક વખત સોશિયલ મીડિયા પર આ મામલે પ્રતિક્રિયા આપી છે, અનેક ટ્વિટ કરવામાં આવી છે તેમના દ્વારા.. આ બધા વચ્ચે જીજ્ઞેશ મેવાણીની પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે એકદમ આક્રોશમાં દેખાયા હતા.
વિવાદને શાંત કરવા માટે કરવામાં આવ્યા પ્રયાસો પરંતુ...
ગુજરાતની અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. અનેક બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. વિવાદ વધારેને વધારે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
જીજ્ઞેશ મેવાણીએ પરષોત્તમ રૂપાલાના નિવેદન પર આપી પ્રતિક્રિયા!
આ બધા વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણી ખૂબ આક્રામક દેખાઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેઓ કહેવા માંગતા હતા કે ભાજપે ટિકીટ તો કાપવી જ પડશે ઉપરાંત એવું પણ કહ્યું કે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે... મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે..!