પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિવાદ શાંત કરવા ભાજપનો પ્રયાસ! અમદાવાદમાં મળશે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-03 11:07:20

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ઉઠી છે. ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. છેડાયેલા વિવાદને શાંત પાડવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઈ રહી. આ બધા વચ્ચે ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થવાની છે આજે અમદાવાદ ખાતે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ક્ષત્રિય સમાજના 90થી વધારે આગેવાનો ઉપસ્થિત હોઈ શકે છે. જેમાં મહિલાઓ પણ સામેલ હશે તેવી માહિતી સામે આવી છે.      


ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી હતી બેઠક  

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ઉમેદવારને હટાવવાની માગ કાર્યકર્તાઓ કરી રહ્યા છે તો ક્યાંય સમાજના લોકો લોકસભા બેઠકના ઉમેદવારને બદલવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ લોકસભા બેઠકની. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે ઉમેદવાર બદલવામાં આવે. વિરોધ શાંત થવાની બદલીમાં વધી રહ્યો છે. વિરોધને ડામવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી તેમજ અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 



આજે થવાની છે ભાજપના નેતા તેમજ સમાજના અગ્રણી વચ્ચે બેઠક 

બેઠક બાદ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ પણ કરી હતી જેમાં ક્ષત્રિય સમાજની હાથ જોડીને માફી માગી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અનેક વખત ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે પરંતુ તે બાદ પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે આજે ભાજપના નેતાઓની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક થવાની છે. બપોરના સમયે આ બેઠક થવાની છે અમદાવાદના ગોતા ખાતે.. આ બેઠકમાં સમાજના અગ્રણીઓ હાજર હશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદન પર રાજ્ય ચૂંટણી આયોગે  ક્લિન ચીટ આપી છે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે. 


ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા સમાજની કોર કમિટીની મિટીંગ  

મહત્વનું છે ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની મિટીંગ થવાની છે. અને આ મિટીંગ બાદ ભાજપના આગેવાનો સાથે બેઠક થવાની છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલા આજે દિલ્હી છે... ત્યારે સૌ કોઈની નજર ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થનારી બેઠક પર રહેલી છે.... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.