ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે Parshottam Rupalaએ ફરી એક વખત માગી માફી, પરષોત્તમ રૂપાલાએ PM Modi માટે કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-27 11:06:50

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચર્ચામાં રહેતો હોય છે અથવા તો રાજ્યના અલગ અલગ ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતો વિરોધ ચર્ચમાં હોય છે... પરંતુ આ વખતે પરષોત્તમ રૂપાલાની વાત કરવી છે. ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલા અનેક વખત માગી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે... જાહેર મંચ પરથી તેમણે ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માગી છે... 

અનેક ઠેકાણાઓ પર ક્ષત્રિય સમાજે કર્યો છે વિરોધ 

લોકસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે. સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. જોરશોરથી ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા વિવાદને કારણે ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીને, સી.આર.પાટીલને, પૂનમબેન માડમ સહિતના અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે.  


વિવાદને શાંત કરવા બેઠકોનો દોર યથાવત

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરાઈ રહ્યો છે. હર્ષ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી દ્વારા અનેક જગ્યાઓ પર બેઠક કરવામાં આવી. ગાંધીનગર ખાતે થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. બેઠક બાદ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. 


અનેક વખત આ વિવાદને શાંત કરવા કરાઈ છે કોશિશ

મહત્વનું છે કે આ વિવાદ વચ્ચે પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી માગવામાં આવી છે. ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ માગી છે. જાહેર મંચ પરથી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ ન થવો જોઈએ. મોદી સાહેબની વિકાસયાત્રામાં અનેક ક્ષત્રિય જોડાયેલા છે. ક્ષત્રિય સમાજે રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવા આપણે સૌ પ્રયાસ કરીએ. જસદણ ખાતે ઉપસ્થિત કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી પરષોત્તમ રૂપાલા દ્વારા માફી માગવામાં આવી છે... 


ક્ષત્રિય સમાજને પરષોત્તમ રૂપાલાએ યાદ કરવાનું કહ્યું કે....

માફી માગતા તેમણે કહ્યું કે મારે રાજ્યના ક્ષત્રિય સમાજના આગેવાનોને આ સભાના માધ્યમથી વિનંતી કરવી છે કે, જે ભૂલ કરી હતી એની મેં જાહેરમાં માફી પણ માગી છે, કારણ કે મારો આવો ઈરાદો ન હતો અને સમાજની સામે જઇને પણ મેં માફી માગી સમાજે પણ એનો પ્રતિસાદ મને આપ્યો છે. પણ મોદી સાહેબ સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે, તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રની ઘડતરની અંદર તમારૂં કેટલું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસ માટે તમારું કેવડું મોટું યોગદાન છે.  


પીએમ મોદીને લઈ પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે.... 

વધુમાં તેમણે કહ્યું કે નરેન્દ્ર ભાઈ જેવા વડાપ્રધાન ભારત સિવાય કોઈ વાત વિચારતા નથી. 18-18 કલાક કામ કરે છે. દેશ સિવાય અન્ય કોઈ વિષયની વાત નથી કરતા. 140 કરોડ દેશવાસીને પોતાનો પરિવાર માને છે. એમના સાથી તરીકે ક્ષત્રિય સમાજ જોડાયેલો છે. મારા કારણે એમની સામે રોષ શા માટે? મારી ભૂલ છે મેં સ્વીકારી છે. મારા કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઉભો કરવામાં આવે તે યોગ્ય નથી. નરેન્દ્રભાઈ આજે વિશ્વના નેતા છે. 


અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે

મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ છે તો બીજી તરફ ચૂંટણી પહેલા ફરી એક વખત પરષોત્તમ રૂપાલા દ્વારા માગવામાં આવેલી માફી છે... ગુજરાતમાં ચાલતા આ વિવાદ વચ્ચે સૌ કોઈની નજર ગુજરાતના પરિણામ પર રહેલી છે...   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?