ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. બે સીટ પર ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે... અનેક જગ્યાઓ પર તેમના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે તો કોઈ જગ્યા પર તેમના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે....
ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય
પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેમની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલા માગી ચૂક્યા છે જે બાદ એવું લાગ્યું હતું કે વિવાદ શાંત થઈ જશે.. વિવાદને શાંત કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓ તથા ક્ષત્રિય આગેવાનો હાજર હતા. આ બેઠક બાદ વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તેવું ના થયું.
રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા પોસ્ટર!
ગઈકાલે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો હતો. એક તરફ વિવાદ શાંત નથી થઈ રહ્યો તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર તેમના વિરૂદ્ધમાં પોસ્ટર લાગ્યા છે. કચ્છમાં, ગાંધીનગરમાં, સુરેન્દ્રનગરમાં, પોસ્ટર લાગ્યા છે. અનેક જગ્યાઓ પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે...

આ જગ્યાઓ પર લાગ્યા પોસ્ટર
મળતી માહિતી અનુસાર વડોદરાના ડભોઈ તાલુકામાં વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. શાઠોદ ગામમાં ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે ઉપરાંત મળતી માહિતી અનુસાર સુરતના પણ અનેક ભાગોમાં પણ વિરોધમાં બેનરો લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકીટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીં.. તે સિવાય સુરેન્દ્રનગરમાં પણ વિરોધ થઈ રહ્યો છે, તેવા બેનરો લાગ્યા છે...
