ગઈકાલે પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ભાષણ આપ્યું હતું. અનેક મુદ્દાઓને લઈ તેમણે વાત કરી હતી. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા હતા તે ઉપરાંત અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ તેમણે વાત કરી હતી. પીએમ મોદી જ્યારે આ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા મણિપુરને ન્યાય આપો તેવા નારા લગાવવામાં આવ્યા.ત્યારે આજે પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વક્તવ્ય આપ્યું છે .
પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે કર્યું વોકઆઉટ
રાજ્યસભામાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે INDI ગઠબંધનના નેતાઓએ નારેબાજી કરવાનો પ્રયાસ કર્યો. આ પછી વિરોધ પક્ષના નેતાએ બોલવાની મંજૂરી માંગી , જોકે મંજૂરી ના અપાતા INDIAllianceએ વોક આઉટ કર્યું હતું. વિપક્ષના વોકઆઉટને લઈ તેમણે કહ્યું કે જવાબ સાંભળવાની હિંમત નથી. તે સિવાય તેમણે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે જેટલું કામ કર્યું છે તેટલું કામ જો કોંગ્રેસે કર્યું હોત તો વીસ વર્ષ વીતિ જતા.
મણિપુર તેમજ પેપરલીકને લઈ વાત કરી.
રાજ્યસભામાં મણિપુરને લઈ તેમણે વાત કરી હતી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે સ્થિતિ સામાન્ય કરવા માટે સરકાર નિરંતર પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે સ્વીકાર કરવો પડશે કે મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થઈ રહી છે... તે સિવાય તેમણે પેપરલીકને લઈ પણ નિવેદન આપ્યું હતું.
પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે કર્યો હતો સૂત્રોચ્ચાર
રાજ્યસભામાં પણ વિપક્ષ આક્રમકઃ મોડમાં છે. PM મોદીના ચાલુ ભાષણ વચ્ચે સતત સુત્રોચાર ચાલુ હતો. આ પછી કોંગ્રેસ ના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચેરમેન જગદીપ ધનખડની પાસે બોલવાની અનુમતિ માંગી પણ આ અનુમતિ ના અપાતા , સમગ્ર વિપક્ષે વોલ્કઆઉટ કર્યો હતો અને જ્યારે વિપક્ષે walkout કર્યું હતું. ત્યારે પીએમ મોદીના ભાષણ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.